Hymn No. 2565 | Date: 03-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-03
1990-06-03
1990-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13554
રાહ જે મનને શાંત કરે, ને સ્થિર રાખે, રાહ એ તો સાચી છે
રાહ જે મનને શાંત કરે, ને સ્થિર રાખે, રાહ એ તો સાચી છે મનમાંથી ભેદ જે ના હટાવી શકે, એ વાત સદા તો કાચી છે મનમાં જે વાત શંકા જગાવે, એ વાત તો સદા ત્યજવા જેવી છે રાહ કદી જે ના મંઝિલે પહોંચાડે, એ રાહ સદા તો ખોટી છે હસતા હસતા ના જે હાર સ્વીકારે, હિંમત એમાં થોડી ઓછી છે ભાગ્ય પર છોડી ને બધું, પુરુષાર્થે જે પાંગળો રહે એ તો અધૂરું છે પ્રકાશ જે જીવનની રાહને પ્રકાશે, પ્રકાશ એજ તો સાચો છે જે સમજ તો મનમાં અભિમાન જગાવે, એ સમજ તો ખોટી છે જે પ્રેમ તો હૈયે અપેક્ષા જગાવે, એ પ્રેમ તો જગમાં ખોટો છે જે સાધના પ્રભુનું સાંનિધ્ય ના કરાવે, એ સાધના ભૂલ ભરેલી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raah je mann ne shant kare, ne sthir rakhe, raah e to sachi che
manamanthi bhed je na hatavi shake, e vaat saad to kachi che
mann maa je vaat shanka jagave, e vaat to saad tyajava jevi che
raah kadi je na manjile pahonchade, e raah saad to khoti che
hasta hasata na je haar svikare, himmata ema thodi ochhi che
bhagya paar chhodi ne badhum, purusharthe je pangalo rahe e to adhurum che
prakash je jivanani rahane prakashe, prakash ej to saacho che
je samaja to mann maa abhiman jagave, e samaja to khoti che
je prem to haiye apeksha jagave, e prem to jag maa khoto che
je sadhana prabhu nu sannidhya na karave, e sadhana bhul bhareli che
|