જગને ખૂણે-ખૂણેથી, બાળ તારા રે માડી, તને તો પોકારે
દોડી-દોડી પાસે પહોંચે તું તો માડી, તોય ના તું તો થાકે
કરે સહુ ફરિયાદ તો નોખનોખી, સાંભળતા તું ના કંટાળે
સમય-સમય પર તો જગમાં માડી, સહુને તું તો સંભાળે
માગે સહુ તો ગજા બહારનું રે માડી, યોગ્યતા ના તું વિચારે
ભાવ હોય જ્યાં સાચા, હોય ન ભાગ્યમાં, આપતા ના તું અચકાયે
શંકા તો રોકી રાખે પગ તો સહુના, પહોંચતા તો તારી પાસે
જોવે ના તું દિન કે રાત માડી, જ્યાં ભકત તારો ભીડે ભીંસાયે
હટાવે ના નજર તારા બાળ પરથી, નજર બહાર ના રાખે
અદ્દભુત છે તું તો માડી, તારા કાર્યમાં અદ્દભુતતા તો દેખાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)