Hymn No. 2568 | Date: 06-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-06
1990-06-06
1990-06-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13557
પડશે વાણી ને વર્તન તો જ્યાં જુદા, ગાડી ખોડંગાતી તો ચાલશે
પડશે વાણી ને વર્તન તો જ્યાં જુદા, ગાડી ખોડંગાતી તો ચાલશે બુદ્ધિ ને ભાવો કરશે જ્યાં ખેંચાખેંચી, ગાડી ચકરાવે ત્યાં ચડી જાશે આળસ તો રહેશે જ્યાં તહેનાતમાં. ગાડી ત્યાં તો અટકી જાશે કામ ક્રોધ લેશે જ્યાં કબજો, ગાડી ક્યાં ને ક્યાં તો ખેંચાઈ જાશે સંયમ તો જ્યાં તૂટતા જાશે, સમસ્યા ગાડી ઊભી રાખવામાં થાશે હૈયેથી શ્રદ્ધા તો જ્યાં ઘટી જાશે, ગાડીમાં પંકચર તો પડી રે જાશે કાર્યમાંથી હિંમત જ્યાં તૂટી જાશે, ગાડીમાંથી પેટ્રોલ ત્યાં ખૂટી જાશે માયાના બોજ તો જ્યાં વધતા જાશે, ગતિ ગાડીની ધીમી થઈ જાશે રસ્તા કાંઈ બધા સીધા ના હશે, મુકાબલા એના તો કરવા પડશે ચાલતી ગાડી હાથમાં તો જ્યાં રહેશે, અકસ્માત એ તો સરજી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
padashe vani ne vartana to jya juda, gaadi khodangati to chalashe
buddhi ne bhavo karshe jya khenchakhenchi, gaadi chakarave tya chadi jaashe
aalas to raheshe jya tahenatamam. gaadi tya to ataki jaashe
kaam krodh leshe jya kabajo, gaadi kya ne kya to khenchai jaashe
sanyam to jya tutata jashe, samasya gaadi ubhi rakhavamam thashe
haiyethi shraddha to jya ghati jashe, gadimam pankachara to padi re jaashe
karyamanthi himmata jya tuti jashe, gadimanthi petrola tya khuti jaashe
mayana boja to jya vadhata jashe, gati gadini dhimi thai jaashe
rasta kai badha sidha na hashe, mukabala ena to karva padashe
chalati gaadi haath maa to jya raheshe, akasmata e to saraji jaashe
|
|