Hymn No. 2573 | Date: 09-Jun-1990
|
|
Text Size |
 |
 |
આવ્યા રે અંતરાયો, જીવનમાં જે જે, વટાવતો એને, હું તો ગયો મારગ મારો (2) મોકળો થાતો ગયો મળ્યા તો કંઈક ખાડા ને ટેકરા, તારવતો એને, હું તો ગયો - મારગ... વિણ્યા કંઈક કાંટા ને કાંકરા, સાફ મારગ તો કરતો રહ્યો - મારગ... મળી કંઈક સાંકડી ને અજાણી કેડીઓ, માહિતી એ તો, મેળવતો રહ્યો - મારગ... મળ્યા ના મળ્યા સાથી સંગાથી, ચાલતો ને ચાલતો હું તો રહ્યો - મારગ... વાટ અંધારીં ને અજાણી, હિંમતે ને વિશ્વાસે ચાલતો રહ્યો - મારગ... મળ્યું વનરાઈમાંથી કદી નીતરતું કિરણ, કદી ચંદ્રપ્રકાશ મળતો રહ્યો - મારગ... વાટે વાટે ચાલતો હું તો ગયો, પ્રકાશ સદા હું તો ઝંખતો રહ્યો - મારગ... મળ્યા કંઈક હિંસક પ્રાણીઓ, સામનો એનો તો કરતો ગયો - મારગ .. ચાલતો ને ચાલતો, ચાલતો રહ્યો, મારગ તો ના બદલ્યો - મારગ... અટક્યો ના વચ્ચે, વળ્યો ના બીજે, સ્થાને મારા હું પહોંચી ગયો - મારગ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|