નવું નથી કાંઈ, નવું નથી, જગમાં તો કાંઈ નવું નથી
ઘાટ બદલાયા, નામ બદલાયા, ઈંટ ને પથ્થર કાંઈ નવા નથી
જળ ને પાણી રહ્યા છે વહેતા, એ કંઈ હજી અટક્યા નથી
ચંદ્ર ને સૂરજ રહ્યા છે તપતાં, એ કાંઈ હજી બદલાયા નથી
માનવ રહ્યો છે જનમતો જગમાં, ધરતીને માનવ નવો નથી
માનવને મા-બાપ તો હતા, સંતાનને મા-બાપ કાંઈ નવા નથી
પહેલાં ને આજેય હૈયા રહ્યા છે ધબકતાં, ભાવો હૈયાના બદલાયા નથી
વિચારોના વૃંદો આવે આજ ભી, એ કાંઈ હજી અટક્યા નથી
માનવ તન તો રહ્યા છે બદલાતા, આત્મા તો કાંઈ નવો નથી
આત્મા ભી તો કાંઈ નવો નથી, તો પ્રભુ ભી તો કાંઈ નવો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)