1990-06-10
1990-06-10
1990-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13564
જે જે દૂર છે, એ તો યાદ આવી જાય છે, જે પાસે એ ભુલાઈ જવાય છે

મેળવ્યું ને જાણ્યું જગમાં તો ઘણું, ઓળખ ખુદની તો રહી જાય છે
વહે જળ તો નદીમાં રે ઘણું, તોયે નદી તો તરસી રહી જાય છે
ઊગે અનાજ ધરતીમાં તો ઘણું, ખુદ ધરતી તો ભૂખી રહી જાય છે
દીપક તો પ્રકાશ દે છે ઘણા, અંધકાર તો નીચે રહી જાય છે
મનને તો કરો જ્યાં મના ઘણી, અરે ત્યાં એ તો દોડી જાય છે
બાળકના નિર્દોષ હાસ્યમાં તો, જગમાં પ્રભુ તો હસતા દેખાય છે
નિર્મળતાની જ્યોત જલી જ્યાં, વાસ પ્રભુનો તો ત્યાં વરતાય છે
પ્રભુ તો ના દૂર છે, પાસે તેથી મનડું અમારું બહુ મૂંઝાય છે
પ્રભુ વિના નથી હસ્તી અમારી, હસ્તી અમારી તુજમાં સમાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē jē dūra chē, ē tō yāda āvī jāya chē, jē pāsē ē bhulāī javāya chē
mēlavyuṁ nē jāṇyuṁ jagamāṁ tō ghaṇuṁ, ōlakha khudanī tō rahī jāya chē
vahē jala tō nadīmāṁ rē ghaṇuṁ, tōyē nadī tō tarasī rahī jāya chē
ūgē anāja dharatīmāṁ tō ghaṇuṁ, khuda dharatī tō bhūkhī rahī jāya chē
dīpaka tō prakāśa dē chē ghaṇā, aṁdhakāra tō nīcē rahī jāya chē
mananē tō karō jyāṁ manā ghaṇī, arē tyāṁ ē tō dōḍī jāya chē
bālakanā nirdōṣa hāsyamāṁ tō, jagamāṁ prabhu tō hasatā dēkhāya chē
nirmalatānī jyōta jalī jyāṁ, vāsa prabhunō tō tyāṁ varatāya chē
prabhu tō nā dūra chē, pāsē tēthī manaḍuṁ amāruṁ bahu mūṁjhāya chē
prabhu vinā nathī hastī amārī, hastī amārī tujamāṁ samāya chē
|