શું શું છે ભાગ્યમાં, શું શું નથી, એની તો ખબર પડશે નહિ
વિકારોમાં તો વામન બનતો નહિ, વિરાટની દોટમાં પાછળ રહેતો નહિ
રાતના અંધારાથી ગભરાતો નહિ, દિવસના તેજમાં આંખ બંધ કરતો નહિ
દુઃખે પેટ ને માથું કૂટતો નહિ, રોગની દવા કરવી તો ભૂલતો નહિ
ક્રોધમાં તો પાગલ બનતો નહિ, કામમાં આંધળો તો બનતો નહિ
સ્વાર્થમાં લક્ષ્ય તારું તો ભૂલતો નહિ, સૂતા નાગને તો છંછેડતો નહિ
ભાવની આંધીમાં તો અટવાતો નહિ, દયાની હોડીમાં તો ડૂબતો નહિ
સડેલા થાંભલાથી ઇમારત રચતો નહિ, પાકી ભરણી વિના ચણતર કરતો નહિ
દિવસમાં તો તારા ગણતો નહિ, દેખાયે બધું જે-જે, સાચું સમજતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)