પ્યારને તો જ્યાં વિચારની તો પાંખ મળે રે, વિચારની તો પાંખ મળે
ક્યાં ને ક્યાં એ તો પહોંચી જાયે રે, ક્યાં ને ક્યાં એ તો પહોંચી જાયે
ગગન ગોખના સિમાડા ભી તો, ત્યાં તો ટૂંકા પડી જાયે
મેઘમલ્હાર ભી જ્યાં હૈયા ના ભીંજાવી શકે, ભાવના ફુવારા ભીંજાવી જાયે
કવિની કલ્પના તો જ્યાં અટકી જાયે, ભાવના સિમાડા એને પહોંચી જાયે
છે ધાર એની તેજદાર તો એવી, શંકાના વાદળ ભી તો ચીરી જાયે
છે નવજીવન શક્તિ એમાં તો એવી, અમૃત ભી તો ઝાંખું પડી જાયે
છે વિશાળતા એમાં તો એવી, જગના જગ પણ તો સમાઈ જાયે
છે અમૃતમય એવો એ તો સંસાર, ખારાશ એ તો ધોઈ જાયે
મળી જાય જ્યાં એને દિશા તો સાચી, દ્વાર પ્રભુના એ તો પહોંચી જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)