વિતે ના પળ, જગમાં તો કોઈ એવી રે, હે જગજનની
જ્યારે કોઈ તમને જગમાં, યાદ તો કરતું નથી
હે જગજનની, જગમાં પળભરનો ભી તને તો આરામ નથી
જડતું નથી સ્થાન જગમાં તો કાંઈ એવું રે, જ્યાં તું તો કદી પહોંચી નથી
ચાલે, ચલાવે જગને તું તો તારે ઇશારે - હે જગજનની....
નજર બહાર તારી, જગમાં કાંઈ તું રહેવા દેતી નથી - હે જગજનની...
કર્મો જગમાં સહુ તો કરતા રહે, ફરિયાદ તને તોય કરતા રહે - હે જગજનની...
તારા ન્યાયમાં તલભારનો ફરક તો કાંઈ પડતો નથી - હે જગજનની...
દેતી આવી જગમાં તું તો સહુને, ભંડાર તારા ખૂટયા નથી - હે જગજનની...
આપ્યું સહુને ઓછું લાગે, દૃષ્ટિ ખુદના કર્મો પર પડતી નથી - હે જગજનની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)