ઉન્નતિ તો સહુ કોઈ ઝંખે, કિંમત ચૂકવવાની સહુની તો તૈયારી નથી
સહજમાં તો સહુ કોઈ ચાહે, મહેનતમાં તો કાંઈ ભલીવારી નથી
સલાહ દેવામાં તો સહુ ઉદાર રહે, આચરવાની તો તાકાત નથી
રહે નજર અન્યના કર્મો પર, ખુદના કર્મો પર તો નજર પડતી નથી
છાંયડો તો સહુ કોઈ ચાહે, તાપને આવકારવા કોઈની તૈયારી નથી
મિત્રતા તો સહુ કોઈ ચાહે, ભોગ દેવાની કોઈની તૈયારી નથી
માન મેળવવા તો સહુ કોઈ દોડે, માન દેવાની આવડત નથી
અપમાન કરતા તો ના અચકાયે, અપમાન તો સહન થાતાં નથી
સિદ્ધિ જીવનમાં સહુ કોઈ માગે, તપ ને સંયમની તો તૈયારી નથી
પ્રવાહ વહે જીવનમાં તો ઊલટાં, સૂલટાવવાની તો તૈયારી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)