તમે તો કરાવ્યું ને તમે તો ભુલાવ્યું, રે માડી
કારણ ના મને, એનું તો ના સમજાયું. (2)
અપાવી યાદ ક્યારે ને કેવી, મનડું મારું એમાં તો મૂંઝાણું
ગૂંથાવ્યો માયામાં એવો રે મને, નીકળવું એમાંથી કેમ, ના એ સમજાયું
મૂંઝાઈએ જ્યાં અમે, લાભ છે શું એમાં તને, ના એ તો કળાયું
મન તો દીધું, ગતિ દીધી એમાં એવી, ના હાથમાં એ તો પકડાયું
દર્દ તો દીધું, દવા ના દીધી એની, ભલું છે શું એમાં, ના એ સમજાયું
પ્રીત તારી સાચી, માયાએ આડખીલી નાખી, કેમ, એ ના સમજાયું
આવવું છે પાસે તારી, મારગ છે અટપટો, કેમ આવવું, ના એ સમજાતું
દીધાં ભાવ જ્યારે, દીધી બુદ્ધિ ઊલટી, કેમ, ના એ સમજાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)