મારગ ના મળ્યા મૂંઝારાના, રહ્યાં વધતા અંતરના ગૂંચવાડા
અવનિ પર તો છે અજવાળા રે, મારા અંતરમાં છે અંધારા
મૂંઝવણે-મૂંઝવણે રહી વધતી ધડકન, વધતા રહ્યા છે હૈયાના ધબકારા
દુઃખ તો હૈયાના કહેવા જઈએ કોને, સહુ તો છે જગમાં દુઃખમાં ડૂબેલાં
હૈયું તો છે પાપોથી બંધાયેલું, મનડું તો છે જગમાં ફરનારું
જાણે-અજાણ્યે કર્મો તો થાતાં, છે ભાગ્ય અમારા કર્મોથી બંધાયેલા
જ્યોતિ જલે ભલે રે અંધારે, પહોંચ્યા નથી હૈયે, એના રે અજવાળા
ખુલ્લી આંખે ભી તો કાંઈ ના સૂઝે, છવાયેલા છે ઘેરા અંધારા
છે તેજ તો અંતરમાં રે પડયા, છે પાપોથી નીચે એ દબાયેલાં
પ્રભુ, તારું કિરણ ત્યાં પહોંચવા દેજે, કરજો દૂર તો અંતરના અંધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)