ખાઈ પાન, લાલી ઝાઝી ટકશે નહીં, સાચી લાલી તો છૂપી રહેશે નહીં
ટકશે ના જૂઠું ઝાઝા રે દિન, એક દિવસ ભાંડો ફૂટયા વિના રહેશે નહીં
ફૂંકાતા પવન તો ઝાઝા, આંચળ ઉડયા વિના તો રહેશે નહીં
દબાવી દેશો, ભલે અન્યને રે નીચે, ઉપર આવ્યા વિના, એ તો રહેશે નહીં
સાચા યત્નો તો જીવનમાં, એક દિવસ સાર્થક થયા વિના રહેશે નહીં
રાખે છે દૃષ્ટિ પ્રભુ તો જગ પર, તારા પર દૃષ્ટિ પડયા વિના રહેશે નહીં
સૂર્યને સૂર્ય કહેવું પડતું નથી, તેજ એનું ઓળખ આપ્યા વિના રહેશે નહીં
પુકારો પાણીને ગમે તે નામે, તરસ છિપાવ્યા વિના એ તો રહેશે નહીં
ધબકતું હૈયું જીવનનું તો સાક્ષી છે, ધડકન એની કહ્યા વિના તો રહેશે નહીં
મળશે અનુભવ આત્માને જ્યાં પ્રભુનો, પ્રભુને જાણ્યા વિના તો રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)