છોડયા શ્વાસ ને લીધા શ્વાસ, બસ થઈ ગયા એ તો ખલાસ
શું આ જીવન, એ તો કાંઈ જીવન છે (2)
ખાધું, પીધું, વિના ઉદ્દેશ તો, જગમાં ઘૂમતા રહ્યા રે - શું આ...
આવેગોના વેગે તણાયા, દરવાજા ખુલ્લા ક્રોધના રાખ્યા રે - શું આ...
કરી કોશિશો જાણવા ઘણું, રહ્યા ખુદથી તો અજાણ્યા રે - શું આ...
અહંકારે તો ખૂબ રાચ્યા, લોભમાં તો રહ્યા સદા ડૂબ્યા રે - શું આ...
ખોટું કરતા ના અચકાયા, કરતા સાચું ડરથી ગભરાયા રે - શું આ...
કામનાથી ઘેરાયા ને કામનાથી સદા તણાતા રહ્યા રે - શું આ...
લે લે કરતા જગમાં બસ ફરવું, દેતા અન્યને તો અચકાયા રે - શું આ...
ના દઈ શકીએ સાથ જગમાં, અન્યથી તો વેર બાંધ્યું રે - શું આ...
મનને માયામાં ફરતું રાખી, પ્રભુથી દૂર ને દૂર ગયા છીએ રે - શું આ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)