કદી કોઈ કહે હા, કદી કોઈ કહે ના, કાયમ હા કે ના ટકતી નથી
વ્યવહારની વાત તો બધી, પ્રભુમાં તો બંધ બેસતી નથી
પ્રભુની વાત તો બધી, વ્યવહારમાં તો ટકતી નથી
નદી ઝરણાના નીર, એક જગ્યાએ તો સ્થિર રહેતા નથી
રાતમાં છે બીજ દિનનું, દિનમાં છે બીજ રાતનું, બંને ટકતા નથી
આજની તારીખ કાલ ટકતી નથી, કાલની તારીખ પણ ટકવાની નથી
વહેતા સમયનો કાંટો ફરતો ને ફરતો રહે, સ્થિર એ કદી રહેતો નથી
હા ને ના તો ભેગા ટકતાં નથી, હા ને ના ભેગા કદી રહેવાના નથી
બદલાયે ભલે હા તો ના માં, કે ના તો હા માં, બંને સાથે રહેતા નથી
પ્રભુને જાણવા, નથી, ત્યાંથી શરૂ કરી, છે-છે, માં અટક્યા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)