ખોટું-ખોટું તો જલદી હાથ ચડે, સાચું જલદી તો હાથમાં આવતું નથી
દોષ તો જલદી દેખાઈ આવે, ગુણ તો જલદી દેખાતા નથી
માયા આંખ સામે તો જલદી આવે, પ્રભુ તો જલદી દેખાતા નથી
મનડાંને ફરવું તો જલદી સૂઝે, સ્થિર રહેવું જલદી તો ગમતું નથી
સહુને બહાના કાઢવા જલદી સૂઝે, આચરણમાં મૂકવું જલદી સૂઝતું નથી
એશોઆરામ જલદી સહુને ગમે, પાડવો પરસેવો જલદી ગમતું નથી
માને સહુ પાતોનું, એ તો જલદી ગમે, માનવું કોઈનું જલદી ગમતું નથી
સંભળાવવી વાત પોતાની સહુને ગમે, સાંભળવી વાત અન્યની ગમતી નથી
અમૃત પીવું તો સહુને ગમે, પચાવવું ઝેર તો કોઈને ગમતું નથી
કરવા દર્શન પ્રભુના તો સહુને ગમે, ચૂકવવી કિંમત એની ગમતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)