એક દિવસ પ્યાર તારો તો જીતી જવાનો (2)
હૈયું પ્રભુનું એ તો હલાવી દેવાનો
પ્રભુ કાજે પ્યાર હૈયે જ્યાં પૂરો ભરાવાનો
હચમચાવી દેશે જ્યાં હૈયું પ્રભુનું, તલપાપડ એ તો બનવાનો
જાગશે ઉત્સુક્તા તને તો મળવાની
કાઢી કચરો બધો, પ્યાર તારો જ્યાં શુદ્ધ રહેવાનો
રહી ના શકશે પ્રભુ તારા વિના, દોડી-દોડી એ તો આવવાનો
જીતશે હૈયું એનું, પ્યાર તો તારો, પ્યાર એનો, હૈયું તારું જીતવાનો
તારી સામે એ તો, નર્તન નિતનવા, એ તો કરવાનો
જીતાશે હૈયું તો જ્યાં પ્રભુનું, હૈયું જગનું તો જીતી જવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)