પાપના ભાર તો જ્યાં વધતાં જાશે, ચિંતાના ભાર ત્યાં ચડતા જાશે
પુણ્યના ભાર તો જ્યાં વધતાં જાશે, સુખના દ્વાર ત્યાં ખૂલતાં જાશે
અંહના ભાર જ્યાં હૈયે વધતાં જાશે, પ્રભુ તો દૂર ત્યાંથી રે થાશે
પ્યારના ભાર હૈયે જ્યાં વધતાં જાશે, દુનિયા ત્યાં બદલાતી જાશે
સંકોચ ને શરમના ભાર જ્યાં હૈયે ચડશે, હૈયું ના ત્યાં કાંઈ કહી શકશે
ભાવના ભાર જ્યાં હૈયે રે વહેશે, પ્રભુને નજદીક એ તો લાવશે
દુઃખના ભાર તો જ્યાં હૈયે ચડશે, જગમાંથી રસ ત્યાં તો ઊડશે
શાંતિના ભાર તો જ્યાં હૈયે ચડશે, જગમાંથી તો શાંતિ મળશે
ભક્તિના ભાર તો જ્યાં હૈયે આવશે, હૈયું ત્યાં તો દ્રવિ તો જાશે
સહજ દયાના ભાવ જ્યાં હૈયે ઊઠશે, દર્શન પ્રભુના તો જગમાં થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)