રાહ ભૂલેલા આ રાહીને રે ‘મા’, રાહ સાચી બતાવ રે
મોહમાયામાં છકેલા આ બાળની, સાન ઠેકાણે રાખ રે
સમજણના તો નથી જ્યાં ઠેકાણાં, સમજણ સાચી આપ રે
દેખાય છે એને બધું રે ખોટું, દૃષ્ટિ સાચી હવે આપ રે
જીવનની રાહે છે થાક્યો ઘણો, થાક એનો ઉતાર રે
સંકોચ નથી કોઈ કર્મનો, કર્મો સાચા તો કરાવ રે
તેજ લિસોટે ઘૂમ્યો ઘણું, તેજ તારા હવે પથરાવ રે
ભાવ ને ભાવના તારી સાચી, તારા એ પ્રદેશમાં લઈ જાવ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)