રમી ગયો, રમી ગયો, નાનો અમથો આ જીવડો, રમી ગયો
કર્મનો કરનારો, કિસ્મતનો ઘડનારો, કિસ્મતના હાથમાં એ રમી ગયો
ભ્રમિત બુદ્ધિમાં ભટકી ભટકી જીવનમાં, કિસ્મતના હાથમાં એ રમી ગયો
જીવનજંગનો એ લડવૈયો, જીવનજંગમાં, કિસ્મતની સામે એ ઝૂકી ગયો
આવ્યો જીવનમાં મંઝિલ સર કરવા ડગલે ને પગલે, મંઝિલ તો બદલતો રહ્યો
કરવું હતું ઘણું ઘણું જીવનમાં, અધૂરુંને અધૂરું જીવનમાં એ રાખતો રહ્યો
રાખ્યું હતું સપનું મોટું મુક્તિનું, કિસ્મતમાંને કિસ્મતમાં રહ્યો એ લૂંટાતો
સુખના સાગરમાં નિત્ય હતું એણે તરવું, દુઃખના દરિયામાં એ ડૂબી ગયો
નિષ્ફળતા ને નિરાશાના તાંતણા વિંટી હૈયે, કિસ્મતના હાથમાં એ રમી ગયો
કરી શરૂઆત ઉમંગભર્યા જીવનથી, અંજામ જીવનનો કરુણ એ લાવી બેઠો
હાસ્ય ને આનંદના કિનારાઓને, જીવનમાં હૈયાંથી દૂર એ હડસેલી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)