ક્ષણના આવેગો તો ક્ષણમાં શમી રે જાશે
થઈ જશે ભૂલ એમાં, ભૂલ એ તો ગણાઈ જાશે
તણાયા એકવાર એમાં, ક્યાં ને ક્યાં એ ખેંચી રે જાશે
વેગ તો છે એવા રે એના, વિવેક એમાં તણાઈ જાશે
ઊછળશે કદી ઊંચા એવા, તું જોતો ને જોતો રહી જાશે
છે આવેગો તારા, જોનાર છે તું, જોતો ને જોતો રહી જાશે
શમ્યાં જ્યાં એ સાચા, પરિતૃપ્તિ શાંતિની દઈ જાશે
શાંત એ થાતાં, તને તારા ને તારા દર્શન થાશે
ના તણાતો એમાં, રહેજે સ્થિર જોવામાં, ના આ ભૂલી જાજે
રૂપો એના રહેશે બદલાતાં, અચંબામાં નાંખી એ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)