આજનું તો આજ કરી લઈએ, પછીનું પછી પર છોડી દઈએ
છે તો જે હાથમાં રે આપણા, ઉપયોગ પૂરો એનો કરી લઈએ
મળી છે લહાણી તો જ્યાં શ્વાસની, ઉપયોગ એનો તો કરી લઈએ
તર્ક-વિતર્ક છોડીને બધા, બુદ્ધિને પ્રભુમાં તો જોડી દઈએ
સમજ્યાં ને જાણ્યા વિના તો, જગમાં ફાંફાં ના ખોટાં મારીએ
જાગી જ્યાં ભૂખ, પ્રભુદર્શનની, ભૂખને તો ના ભૂખી રાખીયે
છે શક્તિ ને પ્રાણનો તાંતણો તો તનમાં, જીવનમાં પ્રભુને શોધી લઈએ
અટકાવે છે વિકારો તો એમાં, વિકારો જીવનમાં તો છોડતા જઈએ
સંયમને સ્થિરતાની સાધનામાં લાગી, સાધના તો પૂરી કરી લઈએ
મૂકી છે આશા, પ્રભુએ આપણામાં, આશા પૂરી એની તો કરી દઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)