થયા પાસ જીવનની કંઈક પરીક્ષાઓમાં, થયા નાપાસ જ્યાં માનવતામાં
તો પાસ થવાની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી
કરી મોટી મોટી જીવનમાં તો વાતો, મારી માનવતાને તો લાતો
તો મોટી વાતોની તો કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી
કરી મીઠી વાણીની તો લહાણી, રાખી હૈયામાં તો અણીદાર કટારી
તો એવી મીઠી વાણીની તો કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી
દીધો વિનિપાતમાં તો સદા સાથ, રચાવ્યા કંઈક જીવનમાં તો ઉત્પાત
તો એવા સાથની તો કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી
રહ્યા હાથ દેતા તો સદાયે દાન, છૂટયા ના હૈયેથી એના રે અભિમાન
તો એવા દાનની તો કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી
જરૂરિયાત વિના કર્યા ના કોઈને તો યાદ, કરતા રહ્યા એની તો ફરિયાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)