વિકારોને અપવાસ કરાવી, સંતોષના પારણા કરવા છે
સદ્દગુણોના બીજ વાવી જીવનમાં, જીવનમાં સ્વર્ગ ઊભાં કરવા છે
સંયમ-નિયમના તપ તપીને, શાંતિના પાક લણવા છે
હૈયાની નિર્મળતાનો પાયો નાખીને, મનની સ્થિરતાનું ચણતર કરવું છે
પ્રભુને તો સત્ય સમજી, સત્ય જીવનમાં તો આ વણવું છે
માયાને હૈયેથી વિસરાવી, નામ પ્રભુનું તો હૈયે ભરવું છે
મળે કેડી જો સાચી, ચાલવું છે એના પર, નહિ તો કેડી નવી કંડારવી છે
નથી ગુમાવવો સમય આળસમાં, પગલાં મંઝિલ તરફ પાડવા છે
હારવી નથી હિંમત અશક્યતામાં, અશક્ય ને શક્ય બનાવવું છે
મળ્યો છે માનવ જનમ તો જ્યાં, પામી પ્રભુને સફળ બનાવવો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)