Hymn No. 2734 | Date: 31-Aug-1990
|
|
Text Size |
 |
 |
ખટખટાવી રહ્યા એ દ્વાર તારા રે પ્રભુ, ખોલતાં એને તું, વાર શાને લગાડે છે છોડતો નથી મોહ નિદ્રા તું તારી, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે રાખીશ ઊભા ક્યાં સુધી તો પ્રભુને, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે જોઈ રાહ, ઊભા છે એ તો તારા દ્વારે, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે છોડી રમત માયાની, થા તૈયાર ખોલવા, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે બની ઉત્સુક ઊભા છે એ તારા દ્વારે, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે છે મળવું તો તારે, આવ્યા છે દ્વારે, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે બોલાવ્યા છે જ્યારે તેં એને ખોલ દ્વાર તારા, એ ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે છોડી બધું આવ્યા છે તારી પાસે, કર ના વાર હવે, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે પ્રવેશશે જ્યાં એ તારા દ્વારે, રહેશે સદા સાથે, ખોલતાં એને રે તું, વાર શાને લગાડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|