જાણ્યું તો જગમાં જેણે, જે કાંઈ જાણતો નથી, જાણી લીધું એણે તો ઘણું
સમજી લીધું જેણે, જગમાં તે કાંઈ કરતો નથી, સમજી લીધું એણે તો ઘણું
જાણે છે જે, ખાતો નથી પોતે, જગમાં જાણે છે એ તો સાચું
અનુભવ્યો પ્રભુને તો જેણે રે સહુમાં, છે પ્રભુ નજદીક એની તો ઘણું
હૈયે તો એને સમતાની સરવાણી વહે, છે હૈયું તો એનું સદા તીર્થ સમું
જેને હૈયેથી તો મારું-મારું મટ્યું, હૈયું એનું તો છે નિર્મળ ઝરણું
નથી નજરમાં જેની તો કોઈ જુદું, છે એની નજરમાં સદા પ્રભુ તો વસ્યાં
શ્વાસે-શ્વાસે તો જેના રટણ પ્રભુનું ચડયું, જીવન સદા એનું તો ધન્ય બન્યું
જેને પ્રભુ વિના નથી બીજું કાંઈ ગમતું, સદા પ્રભુને એ તો ગમ્યું
જેની નજરમાં પ્રભુ તો રહે સદા, સદા પ્રભુની નજરમાં એ તો વસ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)