કર ખ્યાલ માનવ તું જરા, ભંડાર શક્તિનો તો તુજમાં ભર્યો છે
શક્તિ તણો રે હીરો, તારા અંતરમાં ઊંડે-ઊંડે ઝગમગતો રહ્યો છે
અંતરમાં ઊતરીશ જ્યાં તું ઊંડે, ત્યાં તને એ મળવાનો તો છે
ઊંડે ઊતરવા તો તુજમાં, બહારનું જગત તારે ભૂલવાનું તો છે
પડી જઈશ હેરતમાં તું એવો, જોઈ શક્તિનો ભંડાર તુજમાં પડ્યો છે
જાશે જ્યાં એ ખીલતી ને ખીલતી, ઝગમગી એ તો ઊઠશે
જાશે કરતો ઉપયોગ જ્યાં તું એને, ભંડાર વધતો ને વધતો જાશે
હટાવ્યા આવરણ જ્યાં એકવાર, ચડે ના પાછા ઉપર, એ સદા તું જોજે
વિસ્મય ભરી છે શક્તિ, વિસ્મય ભરી છે વાતો, છે એ તારો ને તારો
દીધો છે પ્રભુએ એ અણમોલ ખજાનો, કરજે સંકલ્પ એને તો ગોતવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)