Hymn No. 2757 | Date: 11-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-11
1990-09-11
1990-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13746
ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે
ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે, પ્રકાશ તારે તો એ શા કામનો (2) હશે ઝગમગતો ભલે દીવડો, પથરાયે ભલે પ્રકાશ તો એનો પહોંચશે જો ના પ્રકાશ એનો તારા હૈયે, પ્રકાશ તારે તો એ શા કામનો અજવાળે જ્ઞાન તો હૈયા ઘણાના, અજવાળે ના જો એ હૈયા રે તારા તો એ જ્ઞાનનો પ્રકાશ તારે તો શા કામનો જ્વાળા તો અગ્નિની ભસ્મ કરે, કરે ભસ્મ એ વનના ઝાડપાનો કરે ના ભસ્મ જો એ તારા વિકારો, તો એ જ્વાળા તારે શા કામની પસ્તાવો તો જ્યાં હૈયે પથરાયો, બાળે એ તો સર્વ પાપો બળે ના જો એમાં તારા રે પાપો, પસ્તાવો એવો તો તારે શા કામનો તપસ્વી તો તપના તેજે પ્રકાશે, પાથરે પ્રકાશ એની પાસે જે આવે ના પામ્યો પ્રકાશ એવો જો જીવનમાં, તો તારે એ પ્રકાશ શા કામનો પ્રેમની જ્વાળા તો પાવન કરે, સાચી જ્યાં એ તો હૈયે પ્રકટે પ્રભુ પ્રેમની જ્વાળા પહોંચી ના જો તારા હૈયે, તો એ પ્રકાશ તારે શા કામનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chamakati hashe vijali jo Akashe, patharashe na Prakasha eno jo taara Haiye,
Prakasha taare to e sha kamano (2)
hashe jagamagato Bhale divado, patharaye Bhale Prakasha to eno
pahonchashe jo na Prakasha eno taara Haiye, Prakasha taare to e sha kamano
ajavale jnaan to haiya ghanana, ajavale na jo e haiya re taara
to e jnanano prakash taare to sha kamano
jvala to agnini bhasma kare, kare bhasma e vanana jadapano
kare na bhasma jo e taara vikaro, to e jvala taare sha kamani
pastavo to jarayo haiye bale e to sarva paapo
bale na jo ema taara re papo, pastavo evo to taare sha kamano
tapasvi to tapana teje prakashe, pathare prakash eni paase je aave
na paamyo prakash evo jo jivanamam, to taare e prakash sha kamano
premani jvala to pavana kare, sachi jya e to haiye prakate
prabhu premani jvala pahonchi na jo taara haiye, to e prakash taare sha kamano
|