Hymn No. 2759 | Date: 13-Sep-1990
|
|
Text Size |
 |
 |
માવડી રે માવડી, આવી નોરતાની રાતડી, ગરબે રમવાને વહેલાં વહેલાં આવજો
Maavdi Re Maavdi, Aavi Nortaani Raatdi, Garbe Ramva Vehla Vehla Aavjo
નવરાત્રિ (Navratri)
1990-09-13
1990-09-13
1990-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13748
માવડી રે માવડી, આવી નોરતાની રાતડી, ગરબે રમવાને વહેલાં વહેલાં આવજો
માવડી રે માવડી, આવી નોરતાની રાતડી, ગરબે રમવાને વહેલાં વહેલાં આવજો પ્રેમ ભરી છે રાતડી, ઘેરાય ના જોજે આંખડી, ગરબે ઘૂમવાને વહેલાં વહેલાં આવજો પડે સરખે સરખી તાળી, રંગત ત્યાં તો બહુ જામી, ગરબે આનંદ ઉલ્લાસ પથરાવજો ઝણકાર પાયલની તો ગાજતી, રસ અનેરો ફેલાવતી, ગરબો અનેરો આજે જમાવજો સુખદુઃખ ભુલાવતી, સાનભાન બધું ભુલાવતી, ગરબાની રંગત અનેરી રચાવજો લાવજો સાથે પ્રેમની ગાંઠડી, કરજો એની તો લહાણી, ગરબે રમવાને વહેલાં વ્હેલાં આવજો છે પ્રેમ નિતરતી તમારી આંખડી, જાગી તમારાથી પ્રીતડી, ગરબે વહેણ પ્રેમના વહેવરાવજો પહેરજો પગે પાવડી, જોજો ખૂંચે ના પગમાં કાંકરી, ગરબે આનંદ આનંદ ફેલાવજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mavadi re mavadi, aavi noratani ratadi, garbe ramavane vahelam vahelam avajo
prem bhari che ratadi, gheraya na joje ankhadi, garbe ghumavane vahelam vahelam avajo
paade sarakhe sarakhi tali, rangata tya to baharav anajamati,
rangata tya to baharavati phelavati, garbo anero aaje jamavajo
sukh dukh bhulavati, sanabhana badhu bhulavati, garabani rangata aneri rachavajo
lavajo saathe premani ganthadi, karjo eni to lahani, garbe
ramavane vahitari page, praviara vahelam vhelaman avajo
vahelam, pamaro page, pravi vahadi page jojo khunche na pag maa kankari, garbe aanand ananda phelavajo
|