પેટ દુઃખે ને કૂટશે માથું, એથી તારું કાંઈ વળવાનું નથી
કમાયો હશે ઘણું, ખર્ચી નાંખશે બધું, એમાં કાંઈ બચવાનું નથી
ઘડીએ-ઘડીએ કરીશ અપમાન તું અન્યનું, હોશિયાર તું એમાં ગણાવાનો નથી
નીચું જોવડાવી દઈશ તું અન્યને, દાનવીર એથી કાંઈ તું ગણાવાનો નથી
શબ્દોના સાથિયા પૂરીશ ઘણા, દળદર એથી કોઈનું ફીટવાનું નથી
મહેલ કલ્પનાના રચીશ ઘણા એમાં, કોઈને વસાવી શકવાનો નથી
દઈશ દાઝ્યા પર ડામ તું કોઈને, આંખમાં એની તું વસવાનો નથી
વધાવીશ અન્યને જ્યાં તું, અગ્નિ ઝરતી આંખ, કોઈ સમીપ તારી આવવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)