Hymn No. 2780 | Date: 22-Sep-1990
|
|
Text Size |
 |
 |
પકડીશ ખાલી શબ્દો, છોડીશ જ્યાં એના ભાવો, ઠગીશ તો એમાં તારી જાતને તો તું મારું તારું કરી રાખી જકડી, બનશે ના કાંઈ તારું રે, ઠગીશ ... જાગવા ટાણે સૂઈશ જો તું, દિવસ રહેશે ના હાથમાં તારે રે, ઠગીશ... મોતનો ભય દેખી, કરીશ આંખ બંધ, મોત અટકશે નહિ, ઠગીશ,,, ઓળખ્યા વિના રાખીશ વિશ્વાસ દુશ્મન પર, દગો દીધા વિના રહેશે નહિ, ઠગીશ ... મન ખેંચે, ખેંચાશે તું એમાં, મન કાબૂમાં એથી આવશે નહીં, ઠગીશ ... કલ્પનાના મહેલો રચીશ, પગ નીચેની ધરતી ભૂલીશ, ઠગીશ ... કહેવા ટાણે ચૂપ રહીશ, સહન કરતા તો બૂમો પાડીશ, ઠગીશ ... સાચા ખોટાનો ભેદ ભૂલીશ, મનધાર્યું તો કરતો રહીશ, ઠગીશ ... પકડીશ જો માયાને તું, છોડીશ પ્રભુને જ્યાં તું, ઠગીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|