|     
                     1990-09-22
                     1990-09-22
                     1990-09-22
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13770
                     ખેંચશે ઉપરવાળો જ્યાં તારી દોરી રે, એમાં તારું કાંઈ ચાલવાનું નથી
                     ખેંચશે ઉપરવાળો જ્યાં તારી દોરી રે, એમાં તારું કાંઈ ચાલવાનું નથી
 કરી કૂડકપટ, કર્યું હશે ભેગું ઘણું, સાથે એ તો કાંઈ આવવાનું નથી
 
 લાવ્યો છે જે સમય તું સાથે, વધારો એમાં તો કાંઈ થવાનો નથી
 
 કરવો ઉપયોગ એનો તો કેવો, એ તો કાંઈ બીજાના હાથમાં નથી
 
 સુખી રહેવું કે દુઃખી, છે એ હાથમાં તારા, પુરુષાર્થ તારે ભૂલવાનો નથી
 
 અંત સમય તારો તો, તારા કર્મ વિના, બીજું કોઈ નક્કી કરવાનું નથી
 
 જાગશે ઇચ્છા પ્રભુને મળવાની તારામાં સાચી, એ મળ્યા વિના રહેવાનો નથી
 
 વાવશે જ્યાં વિચારો ને કર્મના બીજને, ઊગ્યા વિના એ રહેવાનું નથી
 
 કાબૂમાં આવતું નથી મન, કહી રહેશે બેસી, એથી એ કાંઈ કાબૂમાં આવવાનું નથી
 
 પુરુષાર્થ વિના બનશે કર્મ પાંગળું, ફળ સાચું એ લાવી શકવાનું નથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    khēṁcaśē uparavālō jyāṁ tārī dōrī rē, ēmāṁ tāruṁ kāṁī cālavānuṁ nathī
 karī kūḍakapaṭa, karyuṁ haśē bhēguṁ ghaṇuṁ, sāthē ē tō kāṁī āvavānuṁ nathī
 
 lāvyō chē jē samaya tuṁ sāthē, vadhārō ēmāṁ tō kāṁī thavānō nathī
 
 karavō upayōga ēnō tō kēvō, ē tō kāṁī bījānā hāthamāṁ nathī
 
 sukhī rahēvuṁ kē duḥkhī, chē ē hāthamāṁ tārā, puruṣārtha tārē bhūlavānō nathī
 
 aṁta samaya tārō tō, tārā karma vinā, bījuṁ kōī nakkī karavānuṁ nathī
 
 jāgaśē icchā prabhunē malavānī tārāmāṁ sācī, ē malyā vinā rahēvānō nathī
 
 vāvaśē jyāṁ vicārō nē karmanā bījanē, ūgyā vinā ē rahēvānuṁ nathī
 
 kābūmāṁ āvatuṁ nathī mana, kahī rahēśē bēsī, ēthī ē kāṁī kābūmāṁ āvavānuṁ nathī
 
 puruṣārtha vinā banaśē karma pāṁgaluṁ, phala sācuṁ ē lāvī śakavānuṁ nathī
 |