છે તું તો વહેતી નદી, છું એની હું તો ચંચળ ધારા
રે માડી, તારી ને મારી (2) છે પ્રીત પુરાણી
છે તું તો વિશાળ સાગર રે માડી, છું એમાં ઊછળતો, તારા મોજા - રે માડી...
છે તું તો વિશાળ આકાશ રે માડી, છું એમાંનો એક તારો ટમટમતા તારા - રે માડી...
છે તું તો મારા નયનો રે માડી, છું એમાંની વહેતી તારી પ્રેમની ધારા - રે માડી...
છે તું તો તનડું મારું રે માડી, છું એમાંની વહેતી તારી રક્તની ધારા - રે માડી...
છે માડી તું તો તપતો સૂરજ, છું એમાંનું એક કિરણ તો તારું - રે માડી...
છે માડી તું તો ઝગમગતો દીવડો, છું હું એમાંનું તારું પ્રકાશનું બિંદું - રે માડી...
છે માડી તું તો ધબકતું હૈયું, છું હું એમાંની ધડકન તો તારી - રે માડી...
છે માડી તું તો પ્રાણ મારા, છું એમાં શ્વાસ તો તારા - રે માડી...
છે માડી તું તો જગજનની, છું હું એક બાળ તો તારો - રે માડી...
છે તું તો સુગંધિત પુષ્પ રે માડી, છું એમાંની મહેકતી સુગંધ તારી - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)