સમજી સોંપશો પ્રભુને તો જ્યાં જવાબદારી રે, અરે એમાં તો લીલાલહેર છે
આવે ના કદી એમાં તો પસ્તાવાની વારી રે, અરે એમાં તો લીલાલહેર છે
સોંપશો જ્યાં એને ભાવથી, લેશે એ સ્વીકારી રે, અરે એમાં તો લીલાલહેર છે
સોંપીશ ધ્યાનથી, લેશે ધ્યાનથી, નથી બેધ્યાની રે, અરે એમાં તો લીલાલહેર છે
ઉઠાવે છે ભાર એ જગનો, ઉઠાવશે તારી, સ્વીકારી રે, અરે એમાં તો લીલાલહેર છે
છે એ તો શક્તિશાળી, સંભાળશે એની જવાબદારી રે, અરે એમાં તો લીલાલહેર છે
આવે ના એમાં ખામી, નથી જોખમ સોંપવામાં રે, અરે એમાં તો લીલાલહેર છે
કરવાનું છે એણે, કરશે એ તો, સોંપશો જ્યાં જવાબદારી રે, અરે એમાં તો લીલાલહેર છે
થાશો હળવા ચિંતાથી, સોંપી હશે સાચે જવાબદારી રે, અરે એમાં તો લીલાલહેર છે
કરશે ના ફરિયાદ એની, કરશે પૂરી એ તો જવાબદારી રે, અરે એમાં તો લીલાલહેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)