Hymn No. 2800 | Date: 01-Oct-1990
|
|
Text Size |
 |
 |
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું
Karta Karmo Toh Na Joyu, Aave Havee Enu Rovu
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-10-01
1990-10-01
1990-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13789
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું
કરતા કર્મો તો ના જોયું, આવે હવે એનું રોવું, છે એ તો તારી ને તારી જવાબદારી લઈ નિર્ણયો ખોટા જીવનમાં, રાચ્યો તું એમાં - છે એ તો... જોયું ના તણાતાં લોભમાં, તણાયો ક્યાં ને ક્યાં એમાં - છે એ તો... ફેરવતો રહ્યો નિર્ણયો તારા, દેખાયા ના એમાં કિનારા - છે એ તો... રહ્યો સહુ સાથે ટકરાતો, બન્યો જગમાં એકલવાયો - છે એ તો... નમવામાં નાનપ લાગી, ટક્કર ના તુજથી ઝિલાઈ - છે એ તો... સાચા મારગ, સાચા ના લાગ્યા, ખોટામાં જીવ લલચાયા - છે એ તો... ગમ્યું ના સાચું સાંભળવું, આચરણ બાજુએ રહ્યું - છે એ તો... કર્મો કર્યા જગમાં તેં તો, સોંપ્યા ના તેં જ્યાં એ પ્રભુને - છે એ તો... છે કાંટો તો તારો, છે તોલમાપ તારા, તોલ્યું જ્યાં તેં એને - છે એ તો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karta karmo to na joyum, aave have enu rovum,
che e to taari ne taari javabadari
lai nirnayo khota jivanamam, rachyo tu ema - che e to ...
joyu na tanatam lobhamam, tanayo kya ne kya ema - che e to ...
pheravato rahyo nirnayo tara, dekhaay na ema kinara - che e to ...
rahyo sahu saathe takarato, banyo jag maa ekalavayo - che e to ...
namavamam nanapa lagi, takkara na tujathi jilai - che e to ...
saacha maraga, saacha na lagya, khotamam jiva lalachaya - che e to ...
ganyum na saachu sambhalavum, aacharan bajue rahyu - che e to ...
karmo karya jag maa te to, sompya na te jya e prabhune - che e to ...
che kanto to taro, che tolamapa tara, tolyum jya te ene - che e to ...
|