રંગ રહી જાય, રંગ રહી જાય રે માડી, તો રંગ રહી જાય રે
આવે કાં તો તું મારી પાસે રે માડી, કાં તારી પાસે હું પહોંચી જાઉં રે
હશે દીવાલો ભલે નાની કે મોટી, જોજે અડચણ ના એ બની જાય રે
દેખાતી નથી ભલે, તોય કાઢશું રે ગોતી, તને મળવાની બારી રે
જોઈશ તારી નજરથી મને, જોઈશ મારી નજરથી તને, જોતાં ના પેટ ભરાય રે
વહેશે જ્યાં આંખમાંથી આંસુઓ મારા, સાથ દેશે એને આંસુઓ તારા રે
વહેતી બંને આંસુઓની ધારા, તો જ્યાં એક બની જાય રે
નથી કાંઈ જગને લેવાદેવા રે એમાં, કરવી નથી ફિકર જગની રે
જગ સદા આમ ભી બોલશે, તેમ ભી બોલશે, હૈયે ના એ પહોંચી જાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)