મેં ને મારું નો રણકાર લાગ્યો મનને મીઠો રે, રણકાર બીજા એ ભૂલી ગયું
‘તું’ હી, ‘તું’ હી નો ટહુકાર, મનનો મોરલો તો ત્યાં ચૂકી ગયું
મસ્ત બન્યો ‘મેં’ ના રણકારમાં એવો, ટહુકાર ‘તું’ હી નો તો ભૂલી ગયું
બન્યો લીન ‘મેં’ ના રણકારમાં તો એવો, ટહુકાર ‘તું’ હી નો તો ભૂલતું રહ્યું
મળતાં ગયાં રણકારના સાથીદાર, ટહુકાર ‘તું’ હી ના તો ભુલાવતું રહ્યું
રહ્યા ના સાથીદાર તો વફાદાર, સમજવામાં તો એને રે મોડું થયું
મેં ને મારું મૂક્તાં વહ્યા જન્મારા, તોય મેં ને મારું તો ના હટયું
છે જીવનની આ સાચી સાધના, એના વિના છે બધું તો અધૂરું
જ્યાં મેં ને મારું ના રણકાર હટયા, મન, ‘તું’ હી, ‘તું’ હી ના ટહુકાર કરતું થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)