નથી, નથી રહ્યો છે કહેતો તું તો જગમાં, તને તો ફુરસદ નથી
મોત તો આવી ઊભશે જ્યાં, વાત તારી આ સ્વીકારવાનો નથી
દુર્ભાગ્ય ખખડાવશે દ્વાર જ્યાં તારા, વાત તારી આ ટકવાની નથી
સ્વીકારશે ભલે આસપાસ તારા, મોત તો આ સ્વીકારવાનું નથી
ચાલવાનું નથી તારું, કહી રહીશ ઊભો સાગર સામે, સાંભળવાની એને ફુરસદ નથી
ઘડપણ તો આવશે જ્યાં દોડી, રાહ જોવાની એને ફુરસદ નથી
વિચારો આવશે જ્યાં ધસતાં, અટકવાની એને ફુરસદ નથી
બેસશો દેવા જ્યાં પરીક્ષા, કહી ના શકશો, લખવાની ફુરસદ નથી
કાળ રહ્યા સદા બદલાતા, કોઈનું સાંભળવાની એને ફુરસદ નથી
આદત મુજબ કહેતો ના, આવે પ્રભુ દ્વારે, મળવાની ફુરસદ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)