અરે ઓ ભોળા દિલના માનવી રે, જગમાં ભોળપણમાં ના તું ભોળવાઈ જાતો
છે કપટ ભરી તો દુનિયા રે, ભોળપણમાં ના તું એમાં અટવાઈ જાતો
છે ભોળપણ તો મોટી રે મૂડી, પ્રભુના દ્વારે એ તો કામ લાગવાની
કપટભરી આ દુનિયા, કરશે કોશિશ તો સદા, એને રે લૂંટવાની
છે ભોળપણ તો પ્રભુની નજદીક, નથી જગ તો એને દેખી રે શકવાની
નથી પોતાની પાસે જે, દેખાતા એ, લાભ જગમાં એનો તો ઉઠાવવાના
લઈ લાભ ખોટો, કરશે કોશિશ જગ તો સદા, તને દુઃખી કરવાની
કપટની ઇંદ્રજાળ બિછાવશે એવી, જોશે રાહ તારી, એમાં ફસાવાની
ફસાયો જ્યાં તું એમાં, મિટાવી દેશે બધી તારા ભોળપણાની નિશાની
પડશે આંસુઓ તારે તો સારવા, લાખ કોશિશે પાછી નથી આવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)