જોયું જાણ્યું જગમાં ઘણું રે પ્રભુ, તારા વિના કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી
રાચ્યો બીજા વિચારોમાં ઘણો રે પ્રભુ, થાક વિના એનો તો અંત નથી
ગોતી શાંતિ જીવનમાં ઘણી રે પ્રભુ, તારા ચરણ વિના ક્યાંય શાંતિ નથી
કર્મભૂમિમાં કર્મો કરવા, મનોમય ભૂમિમાં મનને રીઝવ્યા વિના ઇલાજ નથી
કર્મોથી બન્યો જ્યાં દૂર તું રે પ્રભુ, કર્મો વિના પહોંચવાનો રસ્તો નથી
જે કર્મો તને નજદીક લાવે, એના વિના કોઈ સાચા તો કર્મો નથી
શ્વાસોમાં જ્યાં ધડકે માયાના સૂરો, સૂરો તારા ત્યાં સંભળાતા નથી
ભાવની ભરતી-ઓટ તો આવે જીવનમાં, તારા ચરણ વિના અટકવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)