રહ્યો છે ખીલી, રહ્યો છે શોભી, વિવિધ પુષ્પોથી જીવન બગીચો રે
રહ્યા છે કંઈક પુષ્પો સુગંધ ફેલાવી, કંઈક તો કાંટા ભરેલાં છે
શુદ્ધ ને શ્વેત, પ્રેમરૂપી મોગરો, જ્યાં ખીલે, જીવન એ મહેંકાવી દે
ખીલે જ્યાં ગુલાબ સાધનાની લાલીનું, જીવન ત્યાં તો ખીલી ઊઠે
દયા ધરમના જાઈ-જુઈ ખીલ્યાં, જીવન ત્યાં તો શોભી ઊઠે
દાનની વેલી છે મહેંકતી ચમેલી, જીવનમાં બહાર એ તો લાવે
પંચમહાવ્રતનું કૃષ્ણકમળ જ્યાં ખીલે, જીવન ભર્યું-ભર્યું ત્યાં તો રહે
શ્રદ્ધાનો જ્યાં ચંપો ખીલ્યો, જીવન ત્યાં તો સુંદર બને
વેરના ચોરને વીણી લેજો, કંટક એના જીવનને તો ચૂભશે
ઈર્ષ્યાના કાંટા જીવન ઉઝાડશે, એનાથી જીવનને બચાવી લેજે
વિવિધ રંગોના ફૂલોની કરી ગૂંથણી, જીવનક્યારી શોભાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)