દીધું છે પ્રભુએ તો જ્યાં પેટ, દીધી છે અન્નની ભી તો ભેટ
દીધી જ્યાં બે સુંદર તો આંખ, નિત્ય તારી નજર તો શુદ્ધ રાખ
દીધું છે તને તો જ્યાં જીવન, દીધું છે અનોખું તને તો મન
દીધા છે તને તો બે હાથ, સત્કર્મોને દેવા સદા તો સાથ
દીધું છે સુંદર તને તો મુખ, લે મેળવી પ્રભુનું નામનું તું સુખ
દીધું છે તને તો હૈયું, રાખ એને સદા પ્રેમથી તો ભર્યું ભર્યું
દીધું છે પ્રભુએ તને તો ચિત્ત, બનાવજે પ્રભુને તારા તો મીત
દીધી છે પ્રભુએ તને તો બુદ્ધિ, કરી વિશુદ્ધ, દે પ્રભુમાં એને જોડી
ધરજે પ્રભુનું સદા તું ધ્યાન, મળ્યું છે જ્યાં તને માનવ તન
દીધાં છે પ્રભુએ તને તો કાન, સાંભળવું શું, ના સાંભળવું શું, રાખ એનું ધ્યાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)