વેર ભરીને તો હૈયે, કોનું રે ભલું થયું છે, કોનું રે ભલું થયું છે
શમ્યા ના જ્યાં એ તો હૈયે, વધતું ને વધતું એ તો રહ્યું છે
ગમા-અણગમામાંથી એ તો જાગી રે ગયું છે
માન અપમાને તો પોષણ એનું રે કર્યું છે
ક્રોધના શબ્દો ને લોભમાં નિરાશાએ, ઘી એમાં તો હોમ્યું છે
સૂઝે ના દિશાઓ એમાં, બુદ્ધિ હણે છે રે એને તો
જલાવે એ તો ખુદને, અન્યને ભી તો જલાવી દે છે
વાતાવરણ ડરનું સદા એ તો, ઊભું ને ઊભું રાખે છે
કામકાજ દે એ તો ભુલાવી, વેરની પાછળ એ તો દોડાવી દે છે
સૂઝશે ના પ્રભુ રે એમાં, પ્રભુને એ તો વિસરાવી દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)