વિભુ, રાતદિન રટતો રહ્યો રે તને, દર્શન તારા તોય ના પામું
સમજાતું નથી મને રે વિભુ, ભૂલ ક્યાં હું તો કરું છું
મન, ચિત્ત ના ચોંટે વ્યવહારમાં, ધ્યાનમાં ના તને નિહાળું - સમજાતું...
ઇચ્છઓ તો સદા જાગતી રહે, ના એને હું તો અટકાવી શકું - સમજાતું...
દુઃખ ને સુખમાં તો તણાતો રહું, સમજાયે ના ક્યાં જઈ પહોંચું - સમજાતું...
અંતર ને અંતરમાં શોધ તારી કરું, શંકા-કુશંકા ના ત્યજી શકું - સમજાતું...
દે છે દર્શન કે નહિ, ના સમજું, ભ્રમણામાં તો બસ હું તો રહું - સમજાતું...
રહ્યા મળતા તારા કૃપાના કંઈક પુરાવાં, હૈયે તોય હલતો રહું - સમજાતું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)