છે અંતરની સફાઈ તારી એટલી રે પ્રભુ, મળશે ગોતતા ડાઘ, એમાં તો ક્યાંથી
છે વિશાળતા તારા હૈયાની તો એટલી, સમાય ના એમાં, બનશે એવું તો ક્યાંથી
છે અંતરના ઊંડાણ તારા એટલા રે પ્રભુ, મપાય એ તો અમારાથી તો ક્યાંથી
છે પ્રેમની ધારા તારી, અવિરત વહેતી, અટકશે જગમાં એ તો ક્યાંથી
તારી બુદ્ધિના ચમકારા તો મળતા રહે જગમાં, બરોબરી એની તો થાશે રે ક્યાંથી
તારી આંખના તેજ તો છે એવા રે અનોખા, હૈયું વિંધ્યા વિના એ તો રહેશે રે ક્યાંથી
તારી સમજણની સૂઝ તો છે એવી અનોખી, તારી સૂઝમાં આવે ના કાંઈ, બનશે એવું રે ક્યાંથી
છે તારી શક્તિની ધારા એવી અમાપ રે, થાશે બરોબરી કોઈંની એનાથી તો ક્યાંથી
છે તું તો તેજતણો ભંડાર રે, તારા તેજની બહાર રહેશે રે કાંઈ તો ક્યાંથી
છે તું તો વિશુદ્ધિનો તો અવતાર રે પ્રભુ, તારા દર્શનની અશુદ્ધિ રહેશે રે ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)