રહેશે મહેલમાં કે ઝૂંપડીમાં રે, અંત સમયે પહોંચશે સહુ સ્મશાનમાં રે
હશે કાળા કે હશે ગોરા, જલતાં રાખમાં ફરક નથી પડવાના રે
હશે જ્ઞાની કે હશે મૂરખ, સ્મશાનના લાકડા એકસરખા બાળવાના રે
હશે રાજા કે હશે રંક, હશે ફકીર કે રોગી, ફરક ત્યાં તો નથી ચાલવાના રે
હશે નાના કે હશે મોટા, ચિતા પર તો એકસરખા જલવાના રે
પ્રાણ વિનાના ખોળિયાના મૂલ્યો, રાખથી તો અંકાવાના રે
જીવ્યા હશો જીવન જેવું, તેજ મુખ પર તો એના પથરાવાના રે
ફોરમ ફેલાઈ હશે જીવનમાં જેવી, સાક્ષી આંસુની ધારા દઈ જવાના રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)