રંગબેરંગી સાથિયા પૂરી, પ્રગટાવ્યા તો અનેક દીવડા રે લોલ
રૂમઝૂમ રૂમઝૂમ આંગણિયે મારા રે માડી, વહેલાં વહેલાં આવો રે લોલ
આસોપાલવની કમાનો રચાવી, ઝાલર બનાવી વિવિધ પુષ્પોની રે લોલ
કુમકુમ કેસર, કેવડો ચંદન, વિવિધ અત્તરો તો છંટાવ્યા રે લોલ
વિવિધ ફૂલો બિછાવી, પાડી એમાં એની વિવિધ ભાત રે લોલ
ચમકતાં ચાંદલામાં, વિવિધ તારલિયાની ચૂંદડીમાં વહેલાં આવો રે લોલ
પગની ઠેસો ને હાથની તાળીઓથી, હૈયાના ચોકને ગજાવો રે લોલ
રૂમઝૂમ રમતાં આવે રે માડી, હૈયે તો મંગળ વરસાવો રે લોલ
ઊછળે છોળો ત્યાં આનંદની, આનંદસાગર તો ત્યાં છલકાવો રે લોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)