કર ના તું અભિમાન રે જગમાં, કર ના તું અભિમાન રે
શેરના માથે, રહ્યા છે સવાશેર તો જાગતા રે જગમાં રે - કર...
રૂપના અભિમાન ટક્યા ના કોઈ ના જગમાં, છોડ તું અભિમાન રે - કર...
ધનતણું અભિમાન ટકશે રે કેટલું, ચંચળ છે એનો રે સ્વભાવ રે - કર...
શક્તિતણું અભિમાન કામ ન આવે, છે એ તો મૃગજળ સમાન રે - કર...
બુદ્ધિતણા અભિમાને દાટ તો વાળ્યા, ટક્યા ના એના રે અભિમાન રે - કર...
ભક્તિ અભિમાન વિના તો ટકે, છોડ એમાં તો તું અભિમાન રે - કર...
સુખના ભી અભિમાન ટક્યા નથી, મનમાં સદા આ તું રાખ રે - કર...
અભિમાન તો બન્યા ને રહ્યા છે, પ્રગતિના તો દુશ્મન સમાન રે - કર...
નાનામોટા અભિમાને ઉત્પાત મચાવ્યો, છોડ બધા તો તું અભિમાન રે - કર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)