કોઈ કોઈના જેવું નથી રે, કોઈ કોઈના જેવું નથી રે
કોઈ ને કોઈ વાતે તો છે સહુ જુદા, કોઈ એકસરખા તો નથી રે
છે તો જ્યાં સહુ જુદા, સર્જનહારે, એકસરખા સર્જ્યા નથી રે
એકસરખા જો હોત તો, જુદા સરજવાની તો જરૂર નથી રે
એક જ ઘરમાં, એક જ મા-બાપના સંતાન સરખા નથી હોતા રે
કર્મના ભેદ ગણો કે કર્તાની ભૂલ ગણો, હકીકત આ બદલાઈ નથી રે
જુદાપણાનો તો ગર્વ છે સહુને, મુક્ત એમાંથી તો કોઈ નથી રે
સગવડતાએ સરખાપણું ગોતે, જુદાપણાના એકરાર વિના બીજું એ કાંઈ નથી રે
રાખીને પ્રભુને જુદો ને જુદો, સરખાપણું એમાં ગોતતા નથી રે
ગોતતાં તો મળે પ્રાણીમાત્રમાં સરખાપણું, સ્વીકારવા એ તૈયાર નથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)