Hymn No. 2935 | Date: 14-Dec-1990
|
|
Text Size |
 |
 |
પૂર્ણતાની કેડીએ ચાલતાં રે ચાલતાં, અપૂર્ણતા તું દૂર કર, તું દૂર કર છે ધ્યેય પૂર્ણતાનું તો તારું, પૂર્ણતા પામી તું એ સિદ્ધ કર, તું સિદ્ધ કર ભર્યું છે સર્વ કાંઈ તો તુજમાં સદા, એને તું યાદ કર, તું યાદ કર ગોતીશ ના તુજ વિના એને બીજે તું લક્ષ્યમાં આ તું ધર, આ તું ધર ગોતી એને બીજે, બન્યો અશાંત ફોગટનો, બીજે તું ફર, ના બીજે તું ફર ઉપાયો છે ઘણા, અટકે એ તુજમાં સદા, આ ધ્યાન ધર, આ તું ધ્યાન ધર પ્રગટાવ્યા વિના તુજમાં, ના એ પ્રગટે કર્મ સદા, આ તું કર, આ તું કર્મ કર પ્રભુ છે પૂર્ણ, છે અંશ એનો રે તું, સ્વીકાર તું આ કર, સ્વીકાર તું આ કર શંકા ના રહે તને જોજે આમાં, શંકાને તું નિર્મૂળ કર, તું નિર્મૂળ કર એક વખત તો આ કરવું પડશે, ના હવે એમાં તું ઢીલ કર, ના તું ઢીલ કર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|